GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શ્રી ભગિની સેવા મંડળ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી, મંત્રી દિપ્તીબેન પરીખના હસ્તે ધ્વજવંદન.

તારીખ ૧૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શ્રી ભગિની સેવા મંડળ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી.તારીખ 15-8-2026, શનિવારના રોજ સવારે 9:15 કલાકે મંડળના પટાંગણમાં શ્રી ભ. સે. મંડળના મંત્રી શ્રીમતી દિપ્તીબેન પરીખના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી જ્યાં આ પ્રસંગે મંડળના પ્રમુખ અંજુબેન મહેતા સહિત તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, નગરના અગ્રણીઓ, મંડળ સંચાલિત શાળાના બાળકો, આચાર્ય, શિક્ષકગણ, અન્ય મહાનુભાવો અને વાલીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.ઉજવણીમાં શાળાના બાળકોએ વિવિધ વેશભૂષામાં ભારતની સંસ્કૃતિ અને વારસાના દર્શન કરાવ્યા હતા. બાળકોએ દેશભક્તિના ગીતો અને વિચારો દ્વારા જીવનમાં ઉન્નતિ અને દેશ માટેની ભાવના કેળવવા સૌને પ્રેરિત કર્યા હતા કાર્યક્રમના અંતે મંડળના પ્રમુખ અંજુબેન મહેતાએ ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર, હોદ્દેદારો, કારોબારી સભ્યો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!