મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ નાગરિકો માટે વિનામૂલ્યે ‘દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ’નું લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આયોજન

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ નાગરિકો માટે વિનામૂલ્યે ‘દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ’નું લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આયોજન
****
જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું
****
મહીસાગર જિલ્લાના તમામ દિવ્યાંગ નાગરિકોની સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને વહીવટી પ્રક્રિયાઓમાં કોઈ પણ જાતની હાલાકી ન ભોગવવી પડે અને તેમને સરળતાથી વિનામૂલ્યે મેડિકલ સર્ટિફિકેટ સત્વરે મળી રહે તેવા ઉમદા હેતુથી લુણાવાડા ખાતે ૨૧ પ્રકારની દિવ્યાગતાનો ‘દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરે આજે આ કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પમાં ઉપલબ્ધ કરાવાયેલી મેડિકલ અને વહીવટી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને કામગીરી વધુ સુદ્રઢ તેમજ ઝડપી બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગજનોની સુખાકારી અને સશક્તિકરણ માટે આયોજિત આ વિશેષ કેમ્પ આગામી તારીખ ૧૭/૦૮/૨૦૨૬ થી ૨૧/૦૮/૨૦૨૬ સુધી જનરલ હોસ્પિટલ, લુણાવાડા ખાતે યોજાશે. આ કેમ્પનો સમય સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના તમામ દિવ્યાંગ નાગરિકો અને તેમના વાલીઓને આ પાંચ દિવસીય કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.
આ મુલાકાત દરમિયાન પ્રોબેશનલ આઈ એ એસ શ્રી ત્રિલોકસિંહ, લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.




