MORBI:ગૌરવની ક્ષણ ! ૮૦મા સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન

MORBI:ગૌરવની ક્ષણ ! ૮૦મા સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન
દેશના પાવન ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના શુભ અવસરે મેંગોપીપલ પરિવાર માટે ગૌરવની એક ઐતિહાસિક અને અવિસ્મરણીય ક્ષણ સર્જાઈ છે. મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળીયા તાલુકાના મોટા દહીંસરા મુકામે યોજાઈ હતી, જ્યાં રાષ્ટ્ર સેવા અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અદ્ભુત પ્રશંસનીય કામગીરી બદલ મેંગોપીપલ પરિવારના મનીષભાઈ રાઠોડને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા, જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે તથા ઉચ્ચ અધિકારીઓની પાવન ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા!
મેંગોપીપલ પરિવાર એ માત્ર એક સંસ્થા નથી, પણ “ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ” ના પવિત્ર વિચાર સાથે અવિરત ધબકતું એક વાત્સલ્યધામ છે.
ઝૂંપડપટ્ટીના વંચિત ભૂલકાઓને ફ્રી એજ્યુકેશન આપીને તેમના ભવિષ્યને રોશન કરવું હોય કે પછી ‘પ્રોજેક્ટ મુસ્કાન’ દ્વારા દર મહિને દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ પહોંચાડીને ‘પિરિયડ પ્રાઇડ’ અને આરોગ્યની સુરક્ષા આપવી હોય, સંસ્થા અવિરતપણે સમાજના છેવાડાના માનવી સુધી મદદનો હાથ લંબાવી રહી છે.
૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે મળેલી આ સુંદર ઓળખ એ માત્ર એક પુરસ્કાર નથી, પણ સમગ્ર ટીમ અને સહયોગીઓની તપસ્યાનું ફળ છે, જે આગામી સમયમાં વધુ ઉમંગથી સેવા કરવા માટે નવી પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રસંગે સંસ્થા દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોના જીવનમાં વધુને વધુ ખુશીઓ લાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંસ્થાની વધુ માહિતી અને આપનો અમૂલ્ય સહયોગ આપવા સંપર્ક કરો:મનીષભાઈ રાઠોડ મો. : +91 9276007786″ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ”તમામ પત્રકારમિત્રો તરફથી મેંગોપીપલ પરીવારની સમગ્ર ટીમને ખુબ ખુબ શુભેચ્છા.









