GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: 10 મહિનાથી ફરાર દુષ્કર્મ કેસના મુખ્યા આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી જેલહવાલે

MORBI:મોરબી: 10 મહિનાથી ફરાર દુષ્કર્મ કેસના મુખ્યા આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી જેલહવાલે

વર્ષ 2021ના ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અને છેલ્લા 10 મહિનાથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કાચા કામના કેદીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી મોરબી સબ જેલ હવાલે કર્યો છે.

મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં મોરબી સબ જેલ ખાતે કાચા કામના કેદી (કેદી નંબર: 161/2025) તરીકે સજા ભોગવતો હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ. 49, રહે. લજાઈ, તા. ટંકારા, જિ. મોરબી) નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ (ક્રિમીનલ મિસ એપ્લીકેશન નં. 34820/2025) મુજબ 7 દિવસની વચગાળાની પેરોલ રજા પર તારીખ 04/10/2025 ના રોજ જેલમુક્ત થયો હતો.

કેદીએ તારીખ 12/10/2025 ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે મુદત પૂરી થયા બાદ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો.

છેલ્લા દશેક માસથી ફરાર આ આરોપીને પકડી પાડવા માટે મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સતત પ્રયત્નશીલ હતી. દરિમયાન બાતમીદારો (હ્યુમન સોર્સ) મારફતે ખાનગી રાહે સ ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી હાલ પોતાના ઘરે આવેલ છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને તેના ઘરેથી ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સબ જેલ ખાતે સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!