GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા:૨ઝડપાયા,૧ ફરાર

MORBI:મોરબીના વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર પાસે જાહેરમાં  જુગાર રમતા: ૨  ઝડપાયા, ૧ ફરાર

​મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે વાવડી રોડ પર દરોડો પાડી જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

​મળતી માહિતી મુજબ, ગઈકાલે ૧૭ ઓગસ્ટની રાત્રે સીટી એ ડિવિઝન પોલીસની ટીમ વાવડી રોડ પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કપિલા હનુમાન મંદિર ચોક નજીક કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે તુરંત જ દરોડો પાડ્યો હતો.

​પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ મોહનભાઈ પ્રેમજીભાઈ હડીયલ (ઉ.વ.૪૪, રહે. માધાપર શેરી નં.૨૨, મોરબી) અને યોગેશગીરી જીતેન્દ્રગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૯, રહે. વાવડી રોડ, કારીયા સોસાયટી, મોરબી)ને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન સમીરભાઈ (રહે. મોરબી) નામનો અન્ય એક આરોપી પોલીસને જોઈને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

​પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી રૂ. ૪,૯૦૦/- ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ ફરાર થઈ ગયેલા આરોપી સમીરને પકડી પાડવા માટે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!