MEHSANAVIJAPUR

વસાઇ મહેસાણા વિસ્તારમાં મુસાફરોના ખિસ્સામાંથી રોકડ ચોરી કરતા બે શખ્સ LCBના હાથે ઝડપાયા

વસાઇ મહેસાણા વિસ્તારમાં મુસાફરોના ખિસ્સામાંથી રોકડ ચોરી કરતા બે શખ્સ LCBના હાથે ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ પોલીસ સ્ટેશન તથા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર તરીકે વાહનમાં બેસી મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ ચોરી કરતા બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.40 હજાર તથા બે મોબાઇલ સહિત કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકીની સૂચનાથી એલસીબી પીઆઇ એ.એમ. કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ડાભલા ચાર રસ્તા ખાતે બે શખ્સો મુસાફરો તરીકે ગાડીમાં બેસી તેમના ખિસ્સામાંથી રોકડ ચોરી કરતા હોવાની એલસીબી પોલીસ ને બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે તાપસ હાથ ધરતા શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા કલીમશેખ રૂકમાનશેખ ઉસ્માન શેખ (ઉં.32, સુરત) અને **આરીફખાન મોહમદખાન ઇસ્માઇલખાન પઠાણ (ઉં.35, સુરત)** બે જણા ને ઝડપી લીધા હતા. બંને પાસેથી રૂ.40 હજાર રોકડ અને બે મોબાઇલ મળી કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં બંનેએ તેમના અન્ય સાથી સફીમહમદ ગુલામરસુલ મલીક સાથે મળીને ઇકો કાર નં. GJ-16-DK-8425માં મુસાફરોને બેસાડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આશરે 15 દિવસ અગાઉ મહેસાણાથી વસઈ-હિંમતનગર રોડ પર એક મુસાફરના ખિસ્સામાંથી રૂ.20 હજારની ચોરી કર્યાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.જે વસઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતુ.
આ ઉપરાંત પણ આશરે છ મહિના અગાઉ પાલાવાસણાથી રાધનપુર ચાર રસ્તા સુધી એક મુસાફરને લઈ જઈ તેના પેન્ટના ખિસ્સામાંથી રૂ.50 હજારની ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી. આ મામલે મહેસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એલસીબી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપી સફીમહમદ ગુલામરસુલ મલીક (સુરત)ને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. કાર્યવાહીમાં PSI બી.વી. વાઘેલા સહિત LCBના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા

Back to top button
error: Content is protected !!