BANASKANTHAGUJARATKANKREJ

વી.આર.પટેલ આર્ટ્સ કોલેજ થરા મા બ્રહ્માકુમારી સંસ્થાના આધ્યાત્મિક અને મૂલ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું..

વી.આર.પટેલ આર્ટ્સ કોલેજ થરા મા બ્રહ્માકુમારી સંસ્થાના આધ્યાત્મિક અને મૂલ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા આવેલ શ્રી વી.આર. પટેલ આર્ટ્સ તથા શ્રી આદર્શ પી.ટી.સી.કોલેજ ખાતે પ્રમુખ અણદાભાઈ પટેલ ના માર્ગ દર્શન હેઠળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સહયોગથી આધ્યાત્મિકતા,મૂલ્યશિક્ષ અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ કોલેજના પ્રિ.પ્રિયંકાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને બ્રહ્માકુમારી સંસ્થાના સૂર્યા દીદી,પૂજાબહેન, કિરણબહેન ની વિશેષ ઉપસ્થિત ૧૮ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ યોજાયો હતો પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્મ ની શરૂઆત કરવામાં આવેલ. પ્રાસંગિક કરતા સૂર્યા દીદીએ જીવનમાં શાંતિ,સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ,સદ્‌ગુણો અને આધ્યાત્મિક ચેતનાના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.રાજયોગ ધ્યાનની સંકલ્પ ના સમજાવતાં મનની એકાગ્રતા અને આંતરિક શાંતિ માટે આધ્યાત્મિક અભ્યાસની ઉપયોગિતા સમજાવી હતી. સાથે જ યુવાનોને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ,સંયમિત અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.સારા વિચારો અને સકારાત્મક અભિગમ દ્વારા જીવનમાં સુખ,શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકાય તેવો સુંદર સંદેશ તેમણે આપ્યો હતો. બ્રહ્માકુમારી બહેનો દ્વારા સ્ટાફગણને રક્ષાસૂત્ર બાંધી મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવેલ.કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના પ્રો. ભરતભાઈ ઠાકોરે કરેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!