MORBI:મોરબીમાં બ્યુટી પાર્લર ચલાવતી બહેનો માટે નિઃશુલ્ક આધુનિક મેક-અપ સેમિનારનું ભવ્ય આયોજન

MORBI:મોરબીમાં બ્યુટી પાર્લર ચલાવતી બહેનો માટે નિઃશુલ્ક આધુનિક મેક-અપ સેમિનારનું ભવ્ય આયોજન
મોરબી ખાતે સામાજિક ક્ષેત્રે કાર્યરત ‘શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન’ અને ‘Smaart Card’ દ્વારા ‘પર્લ નેઇલ એન્ડ બ્રાઇડલ સ્ટુડિયો’ ના સહયોગથી મોરબી જિલ્લાના બ્યુટી પાર્લર ક્ષેત્ર સાથે સંકળાયેલી બહેનો માટે એક વિશેષ અને સંપૂર્ણ નિઃશુલ્ક આધુનિક મેક-અપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનાર બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને મેક-અપની નવીનતમ અને આધુનિક તકનીકોથી માહિતગાર કરવાના હેતુથી યોજવામાં આવી રહ્યો છે.
સેમિનારની વિગત:તારીખ: ૨૩ ઓગસ્ટ, રવિવાર સમય: બપોરે ૨:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી સ્થળ: મોરબી (વધુ વિગત રજીસ્ટ્રેશન સમયે મેળવી શકાશે) એન્ટ્રી ફી: બિલકુલ ફ્રી (નિઃશુલ્ક) આ સેમિનારમાં ભાગ લેનાર તમામ સહભાગી બહેનોને સંસ્થા તરફથી સર્ટિફિકેટ તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે.
સેમિનારમાં બેઠક વ્યવસ્થા મર્યાદિત હોવાથી રજીસ્ટ્રેશન ‘વહેલા તે પહેલા’ ના ધોરણે કરવામાં આવશે. રસ ધરાવતી બહેનોએ વહેલી તકે વોટ્સએપ હેલ્પલાઇન નંબર 9726501810 પર સંપર્ક કરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના પ્રમુખ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.










