
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી – નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર ઇસરી પોલીસ સ્ટેશનના હોમગાર્ડની કામગીરીને પ્રશંસાપત્ર એનાયત
મેઘરજ : ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડવામાં મહત્વની કામગીરી કરનાર હોનગાર્ડની ફરજ નિષ્ઠા અને સતર્કતાની પોલીસ અધિક્ષક દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
તા. ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલ્લાવાડા ગામે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રેલ્લાવાડા ગ્રામ પંચાયત નજીક સોનીની દુકાનમાં ચોરી કરી રહેલા ઇસમો બીજી દુકાનમાં ચોરી કરવા જતા હતા. તે દરમિયાન અવાજ થતાં પેટ્રોલિંગમાં રહેલા હોમગાર્ડ સતર્ક બની ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પોલીસની હાજરીની જાણ થતાં ચોર ઇસમો તેમનું મોટરસાયકલ અને ચોરી કરેલો મુદ્દામાલ સ્થળ પર જ મૂકી નાસી છૂટ્યા હતા.
પોલીસની કામગીરીના પરિણામે સોનીની દુકાનમાંથી ચોરી કરાયેલા ચાંદીના કુલ ૧૬૩ દાગીના, વજન ૧૧૫૧.૩૯૦ ગ્રામ અને કિંમત રૂ.૧,૨૧,૫૦૮, તેમજ મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૭૧,૫૦૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં ઇસરી હોનગાર્ડ ના જવાનો એ દર્શાવેલી ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠા, સતર્કતા અને ત્વરિત નિર્ણયશક્તિને બિરદાવતાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા, IPS દ્વારા તા.૧૭ ઓગસ્ટ ,૨૦૨૬ના રોજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી કિંમતી મુદ્દામાલ કબજે કરાવનાર હોમગાર્ડ ની કામગીરીને પોલીસ વિભાગ દ્વારા બિરદાવવામાં આવી છે.





