GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘મોરબી ટાઇમ્સ’ નામથી ફેક પત્રકાર બની લૂંટ અને તોડબાજી કરતા શખ્સ સામે પાસા: સુરત જેલ હવાલે

MORBI:મોરબીમાં ‘મોરબી ટાઇમ્સ’ નામથી ફેક પત્રકાર બની લૂંટ અને તોડબાજી કરતા શખ્સ સામે પાસા: સુરત જેલ હવાલે

મોરબી:શહેરમાં “મોરબી ટાઇમ્સ” નામે ફેસબુક પેજ ચલાવી પોતાની જાતને પત્રકાર ઓળખાવી લૂંટ, બળજબરીથી નાણાં પડાવવા તેમજ સગીરોના વિડીયો અપલોડ કરવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વ સામે મોરબી સીટી-એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરીને તેને પાસા હેઠળ જેલભેગો કરી દીધો છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના નહરૂગેટ નજીક આવેલી ચીચાકંદોઇ શેરીમાં રહેતા વિશાલભાઇ પ્રદીપભાઇ સેજપાલ (ઉં.વ.૪૨) નામના શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, પોલીસ ટીમે આરોપીની અટકાયત કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. આ સફળ કામગીરી મોરબી સીટી-એ ડિવિઝનના પી.આઈ. વાય.બી. જાડેજા, પી.એસ.આઈ. જે.સી. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!