BANASKANTHAGUJARATPALANPUR
અમીરગઢ ખાતે સંત શિરોમણી રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ – સમરસતા સંકલ્પ યાત્રા અંતર્ગત કળશ વિતરણ સમારોહ યોજાયો

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અમીરગઢ ખાતે સંત શિરોમણી રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ – સમરસતા સંકલ્પ યાત્રા અંતર્ગત કળશ વિતરણ સમારોહ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા ભાજપ પરિવાર દ્રારા ઝાંઝરવા વિર મહારાજ મંદિરે ભાજપ અગ્રણીઓ – સરપંચશ્રીઓની ઉપસ્થિતિમાં સમરસતા સંકલ્પ યાત્રા અંતર્ગત કળશ વિતરણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે તાલુકાની
33 ગ્રામ પંચાયતના કળશ જવાબદારીપૂર્વક વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વક્તા શ્રી ડો.ગણેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોને સંત રવિદાસ મહારાજની આધ્યાત્મિક જીવનયાત્રા અંગે ખૂબ સુંદર માહીતી આપી હતી..આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અમીરગઢ તાલુકા ભાજપ પ્રભારી અમૃતભાઈ દેસાઈ (ગઢ) સહિત ભાજપના સૌ પદાઘિકારીશ્રીઓ, યુવાનો, સરપંચશ્રીઓ તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





