GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા શાળામાં ફાયર ટ્રેનિંગ અપાઈ: ૧૧૫ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માહિતગાર કર્યા 

MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા શાળામાં ફાયર ટ્રેનિંગ અપાઈ: ૧૧૫ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માહિતગાર કર્યા

 

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં જાન-માલની સુરક્ષા અને આગની હોનારતો નિવારવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૧૨/૦૮/૨૦૨૬ થી ૧૮/૦૮/૨૦૨૬ દરમિયાન મોરબીની એક શાળામાં ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧૫ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફને આગ સામે રક્ષણ અને સાવચેતી અંગેનું પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ સપ્તાહ દરમિયાન ફાયર શાખા દ્વારા શહેરની અન્ય ઈમારતોમાં પણ ફાયર સેફ્ટી સિસ્ટમ અને એન.ઓ.સી. (NOC) અંગે કડક ચેકિંગ હાથ ધરાયું હતું.

ફાયર સેફ્ટી ચેકિંગ અને નોટિસ: વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશન તથા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષાના સાધનોની ખામી કે અપૂર્તતા ધરાવતી ઈમારતોને તાત્કાલિક ધોરણે નોટિસ આપીને જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના અપાઈ હતી.

અરજીઓનો નિકાલ: ૦૩ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને ૦૩ હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મળેલી અરજીઓને આગળની પ્રક્રિયા માટે RFO કચેરીમાં મોકલી આપવામાં આવી છે.

આ ટ્રેનિંગ અને ચેકિંગ ડ્રાઈવનો મુખ્ય હેતુ મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી પ્રત્યે જાગ્રત કરવાનો છે. કટોકટીના સમયે ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને તાત્કાલિક અગ્નિશમન ટીમનો સંપર્ક કરીને મોટી હોનારત, જાનહાની કે માલમત્તાનું નુકસાન કેવી રીતે અટકાવી શકાય તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.મોરબીમાં આગ કે કોઈ પણ આકસ્મિક દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર તુરંત સંપર્ક કરી શકે છે.

Back to top button
error: Content is protected !!