GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં બનેલી ઘટનામાં કારચાલક હજુ પોલીસ પકડથી દૂર, તપાસના નામે કેટલો સમય? પોલીસની કામગીરી સામે સવાલ!

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ: ખેરગામમાં ટેમ્પો પાછળથી કારને અડી જતાં થયેલા સામાન્ય વિવાદમાં કારચાલક અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કારચાલક ટેમ્પો ચાલકની ચાવી લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાના સમયે પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી, પરંતુ ઘટનાને દિવસો વીતી ગયા છતાં હજુ સુધી કારચાલક પોલીસના હાથ લાગ્યો નથી.ચાવી લઈ કારચાલક ફરાર થઈ જતા ટેમ્પોની બીજી ચાવી આવવામાં પણ અંદાજે 17થી 18 કલાકનો સમય લાગ્યો હતો, જેના કારણે ટેમ્પો પણ લગભગ 17થી 18 કલાક સુધી ઘટનાસ્થળે જ રોકાઈ રહ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસની કામગીરી અને તપાસની ગતિ સામે હવે સવાલો ઉઠી રહ્યા છે.ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ ક્યાં સુધી પહોંચી છે તે અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં સ્થાનિકોમાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય બાબતમાં ટેમ્પો ચાલકની ચાવી લઈને ફરાર થયેલા કારચાલકને શોધવામાં જો આટલો સમય લાગે તો પોલીસ તંત્રની તપાસની ગતિ સામે સવાલો ઊઠવા સ્વાભાવિક છે.સ્થાનિકોમાં હવે ચર્ચા છે કે ટેમ્પો ચાલકને ખરેખર ન્યાય મળશે કે પછી કોઈ ‘મોટા માથા’ની દખલગીરીથી મામલે સમજૂતી કરાવી દેવામાં આવશે? પોલીસ તંત્ર આ મામલે નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરે તે જરૂરી બન્યું છે.ઘટનાને દિવસો વીતી ગયા છતાં કારચાલકની ભાળ ન મળવી પોલીસ તંત્ર માટે ગંભીર બાબત છે. આખરે તપાસના નામે હજુ કેટલો સમય લાગશે? પોલીસ ક્યારે ફરાર કારચાલક સુધી પહોંચશે અને ટેમ્પો ચાલકને ન્યાય ક્યારે મળશે? તેવા સવાલો હવે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને કારચાલકને ક્યારે કાયદાની પકડમાં લાવે છે કે પછી મામલો માત્ર સમજૂતી સુધી જ સીમિત રહી જાય છે.

Back to top button
error: Content is protected !!