
ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળા કોબાને વર્ષ ૨૦૨૪-૨૫ માટે “સક્ષમ શાળા પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે. સ્વચ્છ, હરિયાળી અને સલામત શાળા અંતર્ગત પ્રાથમિક (ગ્રામીણ) વિભાગની બીહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ કેટેગરીમાં તાલુકા કક્ષાએ શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વચ્છતા, હરિયાળી, શુદ્ધ પાણી, શૌચાલય, આરોગ્ય, સલામતી તથા વિદ્યાર્થીઓમાં સકારાત્મક વર્તન પરિવર્તન માટે શાળા દ્વારા કરવામાં આવેલા આ ૧૮ પ્રયત્નોને આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. શાળાની આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને SMC સભ્યોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાને સૌએ અભિનંદન પાઠવ્યા છે.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









