MORBI:મોરબી દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને છ માસ માટે ૬ જિલ્લામાંથી હદપાર કરાયો

MORBI:મોરબી દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને છ માસ માટે ૬ જિલ્લામાંથી હદપાર કરાયો
મોરબી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રોહિબિશનના ગુન્હામાં સતત સંડોવાયેલા એક ઈસમ સામે કાયદેસરનું પદક્ષેપ લઈને તેને છ મહિના માટે જિલ્લા બહાર હદપાર (તડીપાર) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે.એમ.આલની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો વિરુદ્ધ પાસા અને હદપારીની દરખાસ્તો તૈયાર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ સૂચનાના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.સરવૈયા અને તેમની ટીમે દેશી દારૂના વેચાણના ગુન્હાઓમાં સંડોવાયેલા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ (રહે. બૌદ્ધનગર, મફતિયાપરા, નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે, મોરબી-૨) વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી મોરબીને મોકલી આપી હતી.
પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત મંજૂર કરીને આરોપી દિનેશ ચૌહાણને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ અને જામનગર જિલ્લાની હદમાંથી ૬ માસ માટે હદપાર કરવાનો આદેશ આપ્યો છે. આ હુકમના આધારે પોલીસે આરોપીને નિર્ધારિત જિલ્લાઓની સરહદ બહાર મોકલી આપવાની તજવીજ પૂર્ણ કરી છે.










