GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભડીયાદ પેપર મિલમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો :M.P. નો શખ્સ ઝડપાયો

MORBI:મોરબી ભડીયાદ પેપર મિલમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો :M.P. નો શખ્સ ઝડપાયો

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે ગુનાખોરી નાથવા અને અણઉકેલાયેલા બનાવો ઝડપથી ઉકેલવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. ભડીયાદ ગામ નજીક રફાડિયા રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલના કારખાનામાં ગઈ તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ થયેલી આધેડ મહિલાની હત્યાનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદીની બહેનની ડિલિવરી વખતે આપેલા રૂપિયાની લેતી-દેતી બાબતે ઉગ્ર માથાકૂટ અને ઝઘડો થયો હતો. આ બોલાચાલી દરમિયાન આરોપીએ આવેશમાં આવી મરણજનાર (ફરિયાદીના માતા)ને માથાના ભાગે લોખંડના હથોડાના ઘા ઝીંકી દેતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગુનો રજીસ્ટર થતાં જ સર્વેલન્સ સ્ટાફને ત્વરિત તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ની મદદથી મોરબી તાલુકા પોલીસે આરોપીનું લોકેશન મેળવીને તેને ભાણવડ તાલુકાના ચોંખડા ગામની સીમમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.પકડાયેલ આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા (મૂળ રહે. પાડલવા કાચલા ફળિયું, તા. રાણપુર, જી. જાંબુવા, મધ્યપ્રદેશ ઝડપી  પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!