
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૫ ઓગસ્ટ : ઇન્દોર ખાતે JITO Apex National Sameeksha Awards 2024–26માં દેશ-વિદેશના 94 ચેપ્ટર્સ વચ્ચે ભુજની ગૌરવપૂર્ણ સિદ્ધિ ઇન્દોર ખાતે આયોજિત JITO Apex National Sameeksha Awards 2024–26માં JITO ભુજ ચેપ્ટરને ગુજરાત ઝોનમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત “Emerging Chapter Award”થી સન્માનિત કરવામાં આવ્યું છે.આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્નાના હસ્તે, JITO Apex President શ્રી વિજય ભંડારી, JITO Apex Vice Chairman શ્રી હિમાંશુભાઈ શાહ તથા JITO Apexના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં, JITO ભુજ ચેપ્ટરના ચેરમેન શ્રી પંકજ મેહતા, ચીફ સેક્રેટરી શ્રી બિરજુ શાહ,વાઇસ ચેરમેન શ્રી પારસ મેહતા અને વાઇસ ચેરમેન શ્રી સંજય દેસાઈએ સંયુક્ત રીતે સ્વીકાર્યો હતો.ભારત અને વિદેશના કુલ 94 JITO ચેપ્ટર્સની કામગીરીનું મૂલ્યાંકન સભ્ય સંખ્યામાં વૃદ્ધિ, સમાજોપયોગી નવીન પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ, યુવા ભાગીદારી, JITO Awas, JITO Business Network (JBN), JITO Jobs સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલી કામગીરીના આધારે કરવામાં આવ્યું હતું.JITO ભુજની વિશિષ્ટ કામગીરી નવકાર મહામંત્ર દિવસની વિશેષ ઉપસ્થિતિમાં દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રહિત માટે આપવામાં આવેલા નવ સંકલ્પોને કાર્યરૂપ આપવા JITO ભુજ ચેપ્ટરે અનેક પહેલો હાથ ધરી હતી.કચ્છ યુનિવર્સિટી સાથે MOU કરીને પર્યાવરણ સહિતના વિષયો પર અસરકારક કામગીરી અને જનજાગૃતિ કરવામાં આવી.ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ, ભુજ સાથે MOU કરીને દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી આવતા વિદ્યાર્થીઓને શિક્ષણની તકો પૂરી પાડવા તથા આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવાની કામગીરી કરવામાં આવી. “એક પેડ माँ કે નામ” અભિયાન અંતર્ગત 24 તીર્થંકર ભગવાનના માતૃશ્રીઓના નામે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી સ્વ. હીરાબાના નામે વૃક્ષારોપણ કરીને માતૃવંદના, આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સમન્વય કરવામાં આવ્યો. યુવાનોને રોજગારીની તકો સાથે જોડવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. સાથે મહિલા સશક્તિકરણ, યુવા ભાગીદારી, બિઝનેસ નેટવર્કિંગ અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી.આ સમગ્ર સફળતામાં JITO ભુજ Ladies Wing અને Youth Wingનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.ચેપ્ટરના ચેરમેન શ્રી પંકજ મેહતા અને ચીફ સેક્રેટરી શ્રી બિરજુ શાહે જણાવ્યું કે,“આ એવોર્ડ કોઈ એક વ્યક્તિનો નહીં, પરંતુ સમગ્ર JITO ભુજ પરિવારની ટીમવર્ક, સમર્પણ અને સતત પ્રયાસોની સિદ્ધિ છે.”દેશ-વિદેશના 94 JITO ચેપ્ટર્સ વચ્ચે મળેલું આ સન્માન JITO ભુજની સાથે સમગ્ર કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. સમગ્ર ટીમે ભવિષ્યમાં વધુ નવીન અને સમાજોપયોગી કાર્યો દ્વારા JITO ભુજ,કચ્છ અને ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.આ માહિતી JITO ભુજ ચેપ્ટરના મીડિયા ઇન્ચાર્જ શ્રી તપાસ શાહની યાદીમાં જણાવવામાં આવી છે.



