ARAVALLIBHILODAGUJARATMODASA

ભીલોડાના ભટેળા ગામે જમાઈએ સસરા પર કુહાડી વડે હુમલો કર્યાનો આક્ષેપ – નોંધાઈ ફરિયાદ 

અહેવાલ

અરવલ્લી – હિતેન્દ્ર પટેલ

ભીલોડાના ભટેળા ગામે જમાઈએ સસરા પર કુહાડી વડે હુમલો કર્યાનો આક્ષેપ – નોંધાઈ ફરિયાદ

અરવલ્લી | ભિલોડા

ભિલોડા તાલુકાના ભટેળા ગામે દીકરીને તેડી જવા બાબતે પૂછપરછ કરતાં જમાઈએ સસરા પર કુહાડી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં સસરાના કપાળના ભાગે ઈજા થતાં તેમને સારવાર માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદ મુજબ, ભટેળા ગામના કિરણભાઈ સાંજાભાઈ ડામોરની દીકરી સંગીતાબેન પોતાના છ માસના બાળક સાથે પતિના ત્રાસના કારણે રીસાઈને પિતાના ઘરે આવી હતી. દીકરીને પરત તેડી જવા બાબતે અગાઉ પણ જમાઈ સંજયભાઈ માધુભાઈ બરંડા સાથે વાતચીત કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે

તા. 24 ઓગસ્ટના રોજ કિરણભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના જમાઈ સંજયભાઈ મળ્યા હતા. આ દરમિયાન કિરણભાઈએ દીકરી સંગીતાને તેડી જવા અંગે પૂછતાં સંજયભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલી પોતાના ઘરમાંથી કુહાડી લઈ આવ્યા હોવાનો આક્ષેપ છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંજયભાઈએ કુહાડી વડે કિરણભાઈના કપાળના ભાગે હુમલો કરતાં લોહી નીકળવા લાગ્યું હતું. કિરણભાઈએ બૂમાબૂમ કરતાં તેમની પત્ની હંસાબેન, પુત્ર વિનોદભાઈ અને પુત્રી જયાબેન ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ આરોપી કુહાડી લઈને પોતાના ઘર તરફ ભાગી ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ઇજાગ્રસ્ત કિરણભાઈને સારવાર માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. સારવાર બાદ તેઓએ પોલીસ મથકે પહોંચી સંજયભાઈ માધુભાઈ બરંડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!