TANKARA:ટંકારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસા: અમદાવાદ અને સુરત જેલ હવાલે કરાયા




TANKARA:ટંકારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસા: અમદાવાદ અને સુરત જેલ હવાલે કરાયા

પ્રોહીબીશનના (દારૂબંધીના) ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે ટંકારા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાના આધારે તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે બે આરોપીઓની અટકાયત કરી તેઓને અમદાવાદ અને સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની બે અલગ-અલગ ટીમો બનાવીને બંને આરોપીઓને ઝડપી લેવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
વશરામભાઇ નારણભાઇ સાટકા (ઉં.વ. ૩૦): (રહે. ગઢડા ગામ, તા. પડધરી, જી. રાજકોટ) ને તેમના રહેણાંક મકાનેથી પાસા હેઠળ ડિટેઈન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવ્યા છે.ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો નાગજીભાઇ રાજાભાઇ ફાંગલીયા (ઉં.વ. ૨૧): (રહે. વાછકપર – બેડી, તા. ટંકારા, જી. મોરબી) ને હિલોલ (તા. દેહગામ, જી. ગાંધીનગર) ખાતેથી ઝડપી પાસા એકટ હેઠળ ડિટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલાયા છે.ટંકારા પોલીસની આ કડક કાર્યવાહીથી પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.



