GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો

 

MORBI:મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો

 

હજારો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં સંદલ શરીફ, ચાદરપોશી અને વાઈઝ શરીફ યોજાયા; દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની ખાસ દુઆ કરવામાં આવી

રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી : દર વર્ષની પરંપરા મુજબ મોરબી શહેરમાં તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૬, સોમવારના રોજ મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો. ઉર્સ નિમિત્તે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રિના સમયે વાઈઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

ઉર્ષ નિમિત્તે બપોરે ૪:૦૦ કલાકે સિદ્દીકી મસ્જિદ ખાતે કુરઆન ખ્વાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અસરની નમાજ બાદ સિદ્દીકી મસ્જિદથી ચાદર શરીફ સાથે મિલાદે મુસ્તફા પઢતા પઢતા મુસ્લિમ બિરાદરોનું જુલૂસ મોરબીના મોટા કબ્રસ્તાન ખાતે પહોંચ્યું હતું.

મોટા કબ્રસ્તાન ખાતે મિલાદે મુસ્તફાના પઢતા સાથે સંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચાદરપોશી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી સહિત સમગ્ર દેશમાં ચેન, અમન, સુકૂન અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેવી ખાસ દુઆએ ખેર કરવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો જે રીતે પરસ્પર ભાઈચારાની ભાવનાથી વિવિધ તહેવારો સાથે મળીને ઉજવે છે, આ સુંદર પરંપરા આવનારી પેઢીઓ પણ જાળવી રાખે અને સમાજમાં એકતા, ભાઈચારો તથા નેકી વધે તેવી ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.રાત્રે ભવ્ય વાઈઝ શરીફ યોજાયો

રાત્રે ઈશાની નમાજ બાદ મોરબી નેહરુ ગેઈટ નજીક ગઢની રાંગ, સિપાઈવાસ ખાતે ભવ્ય વાઈઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળ ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે મોરબીમાં પ્રથમવાર પધારેલા ખતીબે ખાસ ગુલે ગુલઝારે પંજતન, શહેઝાદા-એ-હુઝૂર ગાઝી-એ-મિલ્લત, હુઝૂર મુહાફિઝે મિલ્લત હઝરત સૈયદ મોહમ્મદ સમદાની અશરફ અશરફી અલ જીલાની, કછૌછા શરીફ, યુ.પી. દ્વારા વાઈઝ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઝેરને રસપરસ્તી સજ્જાદા-એ-મદની સરકાર હઝરત પીર-એ-તરીકત અલ્હાજ સૈયદ અબ્દુલ રશીદ મિયા કાદરી જીલાની, શહેર ખતીબ મોરબી તથા સરબરાહે આવાદા-એ-ફૈઝાને મદની સરકાર મોરબી, મુકરીરે ખાસ હઝરત અલ્હામા વ મૌલાના મોહમ્મદ અમીન સાહેબ અકબરી નાઝીમે આલા દા.ઉ. ગૌષે સમદાની, પીપળીયા (રાજ) તેમજ મુકરીરે ખાસ હઝરત અલ્હામા વ મૌલાના મુફ્તી વસીકુર્રેહમાન સાહેબ, ખતીબો ઇમામ બીલાલી મસ્જિદ, મોરબી સદર મુદર્રિસ દા.ઉ. ફૈઝાને પીર મદની સરકાર-મોરબી – ઝેરે શફકત શહેઝાદા-એ-મદની સરકાર, હઝરત હાફીઝો, કારી અલ્હાજ સૈયદ મોહંમદ સીકંદરમિંયા કાદરી અલ જીલાની, અકબરી, મિસ્બાહી નાઝીમે આલા દા.ઉ.ફૈઝાને મદની સરકાર, મોરબી. સહિત મોટી સંખ્યામાં સાદાતે કિરામ, અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને વાઈઝ શરીફના કાર્યક્રમમાં મૌલાના મોહમ્મદ અલ્તાફ હુસૈન સાહેબ, સૈયદ અલ્હાજ મોહમ્મદ રફીકશા બાપુ, સૈયદ અલ્હાજ અબ્દુલ કાદિર બાપુ કાદરી, સૈયદ મોહમ્મદ અબ્બાસ મિયા બાપુ કાદરી, સૈયદ મોહમ્મદ નાયબ હુસૈન મિયા બાપુ, સૈયદ મોહમ્મદ આરિફ મિયા બાપુ બુખારી, સૈયદ મોહમ્મદ ફારૂક મિયા બાપુ કાદરી અલ જીલાની, સૈયદ મોહમ્મદ હાજી નફી બાપુ બુખારી, સૈયદ અય્યુબ મિયા બાપુ બુખારી અશરફી, સૈયદ મોહમ્મદ હાજી આલમ બાપુ કાદરી, સૈયદ મોહમ્મદ નઝીર બાપુ બુખારી, સૈયદ નિઝામુદ્દીન બાપુ કાદરી, મૌલાના આદમ સાહેબ હસ્મતી, મૌલાના અલ્તમશ કાદરી સાહેબ, હાફિઝ મોહમ્મદ યાસીન સાહેબ, મૌલાના હાજી યુનુસ અકબરી સાહેબ, મૌલાના શૌકતઅલી સાહેબ અકબરી, મૌલાના તજમ્મુલ હુસૈન અશરફી, મૌલાના ઈરફાન અકબરી, મૌલાના અબ્દુલ કાદિર સાહેબ હામદાણી, મૌલાના અસગર અલી, હાફિઝ અબ્દુલ મજીદ રઝવી સહિતના અનેક ઉલમાએ કિરામ અને અઈમ્મા-એ-મસાજિદ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ઉર્સની ઉજવણી પીર મદની સરકાર ઉર્સ કમિટી, મદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા મદની સરકાર ગ્રુપ, મોરબી દ્વારા ધાર્મિક આસ્થા અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. ઉર્સના સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોની હાજરી જોવા મળી હતી અને મદની સરકાર પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!