MEHSANAVIJAPUR

વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની શ્રદ્ધા અને ભાઈચારાભેર ઉજવણી કરાઈ

વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની શ્રદ્ધા અને ભાઈચારાભેર ઉજવણી કરાઈ

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે 1501મી ઈદે મિલાદુન્નબીની વિજાપુર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તહેવારને લઈને શહેરની વિવિધ મસ્જિદોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈદે મિલાદના પાવન અવસરે વિવિધ મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારક દર્શનાર્થે મુકવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ ઉપરાંત મસ્જિદો તથા વિવિધ સ્થળોએ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તહેવારના ભાગરૂપે શહેરમાં ઝુલુસ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉજવણી દરમિયાન ધાર્મિક માહોલ સાથે લોકોમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દનો સંદેશ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!