
વિજાપુરમાં મહિલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજનો ઉપક્રમેં ગૌરવ યાત્રા યોજાઈ

વિજાપુર, તા.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગતવિજાપુર ની શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુરેશભાઈ એસ. પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ગૌરવ યાત્રાને ટ્રસ્ટી અશોકભાઈ જે. પટેલ તથા ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કોલેજના અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.
કોલેજથી પ્રસ્થાન કરાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા વિજાપુર નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ભાષાના ગૌરવ અને તેના પ્રાચીન વારસાને ઉજાગર કરતા સંદેશો સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સહાયક તરીકે પ્રા. ડૉ. વિનોદચંદ્ર પટેલ તથા પ્રા. ડૉ. જાગૃતિબેન પટેલે જવાબદારી સંભાળી હતી. સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પ્રબળ બને તેવા હેતુથી યોજાયેલી આ યાત્રાને સફળ બનાવવા કોલેજ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.


