મહીસાગર જિલ્લાના સંતરામપુર અને મુખ્ય મથક લુણાવાડા માં આજે ઇસ્લામ ધર્મ ના મહાન પેગંબર મોહમદ મુસ્તુફા સલલ્લાહો અલય્હે વસલ્લમ નો 1501 જશ્ને ઈદે મિલાદ ની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી.

: મહીસાગર સંતરામપુર: લુણાવાડા
મહીસાગર જિલ્લાના સંતરામપુર અને મુખ્ય મથક લુણાવાડા માં આજે ઇસ્લામ ધર્મ ના મહાન પેગંબર મોહમદ મુસ્તુફા સલલ્લાહો અલય્હે વસલ્લમ નો 1501 જશ્ને ઈદે મિલાદ ની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી.
ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા
ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ તેમજ પ્રશાસન નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની સરાહનીય કામ ગીરી જોવા મળી
લુણાવાડા ના હુસેની ચોક થી જુલૂસ નીકળ્યું અને આસ્થાના બજાર માંડવી બજાર જવાહર રોડ માધવાસ દરવાજા થી મોડાસા ફળી થઈ હુસેની ચોક માં પરતઆવ્યું
જ્યારે સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ થી શરૂ કરીને તેની ચોક ભોય વાળા ટેકરી બસ સ્ટેશન વિસ્તાર અને ગોધરા ભાગોળ વિસ્તાર થઈને પરત જુમ્મા મસ્જિદ આવેલ હતું.
મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી.
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલયે હે વ સલ્લમ એ ”બેટી બચાવો, બેટી પઢાવો ”” ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો અને હાલના વર્તમાન પરિસ્થિતિમાં પણ દીકરીઓને સન્માન સાથે પડાઈ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ જુલુસમાં મુસ્લિમ સંપ્રદાયના બાળકોથી માંડીને આભાર વૃદ્ધોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઠેર ઠેર ઠંડા પાણી સરબત કોલ્ડ્રીંક તેમજ ફરસાણ નું લોકો દ્વારા વિતરણ કરવા માં આવ્યું …
જુલૂસ માં ડીજે તેમજ માઈક પર નાત શરીફ પડતા આલીમો મદ્રેસા ના બાળકો જોવા મળ્યા
મુસ્લિમ સમાજ તરફથી મહીસાગર પોલીસ તેમજ પ્રશાસન નો ખૂબ ખૂબ આભાર માન્યો
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર


