GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે યોજાયેલા દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનો માટે એસેસમેન્ટ કેમ્પની મંત્રી સી.આર. પાટીલ દ્વારા મુલાકાત

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા કેમ્પની રૂપરેખા, રજીસ્ટ્રેશન અને એસેસમેન્ટ પ્રક્રિયાની મંત્રીને માહિતી આપી હતી…

પ્રાપ્ત વિગતો મુજબ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ તથા ભારત સરકારના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO)ના ઉપક્રમે નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ દ્વારા મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મંત્રીશ્રીને કેમ્પની સમગ્ર રૂપરેખા, લાભાર્થીઓના રજીસ્ટ્રેશન, એસેસમેન્ટની પ્રક્રિયા તેમજ લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કેમ્પ અંતર્ગત ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને જ્યારે રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના (Rashtriya Vayoshri Yojana) હેઠળ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ લાભાર્થીઓ માટે દિવ્યાંગ પ્રમાણપત્ર/UDID કાર્ડ, આધાર કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો અને મોબાઇલ નંબર સહિતના દસ્તાવેજોના આધારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તે જ રીતે વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો અને મોબાઇલ નંબર સહિતના જરૂરી દસ્તાવેજોના આધારે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એસેસમેન્ટ બાદ પાત્ર લાભાર્થીઓને જરૂરિયાત મુજબ સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મંત્રીશ્રી સી.આર. પાટીલની મુલાકાત દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા કેમ્પની કામગીરી સુચારૂ, પારદર્શક અને અસરકારક રીતે પૂર્ણ થાય તથા વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને આ કેમ્પનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગતા પ્રમાણપત્ર/UDID કાર્ડ સાથે હાજર રહેવા જણાવાયું છે.

આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નવસારી પ્રાંત અધિકારી તૃપ્તિ એમ. પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સહિત સંબંધિત વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!