ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાંથી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવાની માંગ
વેપારીઓ દ્વારા ફૂડ સેફટીના નિયમોનું પાલન થાય છે કે નહીં, ફૂડ લાઇસન્સ ધરાવે છે કે નહીં તેમજ એક્સપાયરી તારીખની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ તો થતો નથી ને તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાંથી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવાની માંગ…
વેપારીઓ દ્વારા ફૂડ સેફટીના નિયમોનું પાલન થાય છે કે નહીં, ફૂડ લાઇસન્સ ધરાવે છે કે નહીં તેમજ એક્સપાયરી તારીખની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ તો થતો નથી ને તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે.
આગામી તહેવારોને લઈ ધોકડવા સહિત આસપાસના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા તંત્ર સજ્જ બને તેવી લોકમાંગ…હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવાની માંગ…
વારંવાર ગરમ કરવામાં આવતા તેલ, ભેળસેળયુક્ત ઘી, નબળી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી અને એક્સપાયર થયેલા પદાર્થોના ઉપયોગ અંગે તપાસ કરવાની માંગ…
ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા તેલ, ઘી, ચોખા, મસાલા, લોટ અને બેસન સહિતની સામગ્રીના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ…
અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થો તૈયાર કરતા અને ફૂડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ લોકમાંગ…
તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડાં ન થાય તે માટે ફૂડ એન્ડ સેફટી વિભાગ તાત્કાલિક એલર્ટ બને તેવી ધોકડવા ગામમાંથી ઉઠી માંગ…હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ અને દરોડા પાડવાની માંગ
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ મોટા પ્રમાણમાં વધતું હોય છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો તેમજ મીઠાઈની દુકાનોમાં લોકો મોટી સંખ્યામાં ખાદ્ય પદાર્થોની ખરીદી કરતા હોય છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડાં ન થાય તે માટે ફૂડ એન્ડ સેફટી વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક સઘન ચેકિંગ હાથ ધરવાની માંગ ઉઠી છે.
તહેવારો દરમિયાન કેટલીક જગ્યાએ હલકી ગુણવત્તાનું અથવા વારંવાર ગરમ કરી ઉપયોગમાં લેવાતું તેલ, ભેળસેળયુક્ત ઘી, નબળી ગુણવત્તાના ચોખા, એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી તેમજ આરોગ્યને નુકસાનકારક રંગો અને અન્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં આવતા હોય અથવા ખુલ્લામાં રાખવામાં આવતા હોય તેવા સ્થળોની પણ સઘન તપાસ જરૂરી બની છે.
લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં અચાનક તપાસ કરી વપરાતા તેલ, ઘી, ચોખા, મસાલા, લોટ, બેસન સહિતની ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ વેપારીઓ દ્વારા ફૂડ સેફટીના નિયમોનું પાલન થાય છે કે નહીં, ફૂડ લાઇસન્સ ધરાવે છે કે નહીં તેમજ એક્સપાયરી તારીખની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ તો થતો નથી ને તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે.
ખાસ કરીને વારંવાર ગરમ કરવામાં આવતા તેલના ઉપયોગ અંગે તંત્રએ ગંભીરતાથી તપાસ કરવી જોઈએ, કારણ કે આવા તેલનો સતત ઉપયોગ લોકોના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. તહેવારો દરમિયાન માત્ર ઔપચારિક તપાસ કરવાને બદલે અસરકારક રીતે સેમ્પલિંગ, ચેકિંગ અને જરૂરી જણાય ત્યાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
જનતાના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં ન આવે અને ભેળસેળયુક્ત કે અયોગ્ય ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે ફૂડ એન્ડ સેફટી વિભાગ તથા સંબંધિત તંત્ર તાત્કાલિક એલર્ટ બની સઘન તપાસ અને દરોડાની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ છે.
તહેવારોમાં લોકોના આરોગ્યની સુરક્ષા માટે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળે તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે




