GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ૪ ગુમ થયેલ બાળકોને શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું

 

MORBI:મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ૪ ગુમ થયેલ બાળકોને શોધી માતા-પિતા સાથે મિલન કરાવ્યું

 

તહેવારો અને લોકમેળાની ભીડભાડ દરમિયાન બાળકો ગુમ થવાના બનાવો અટકાવવા માટે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે.એમ. આલની સૂચના મુજબ મોરબી પોલીસ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમે સરાહનીય કામગીરી કરી ગણતરીની કલાકોમાં ૪ બાળકોને સહીસલામત શોધી કાઢ્યા છે.

તા. ૨૫/૦૫/૨૦૨૬ના રોજ ઘુટુ રોડ, આઈ.ટી.આઈ. સામે ઝૂંપડામાં રહેતા રમેશભાઈ મનીભાઈ સાથળીયા (ઉં.વ. ૫૫)એ બી ડિવિઝન પોલીસ મથકે આવીને જાહેરાત કરી હતી કે તેમના બે દીકરી અને એક દીકરો તથા પાડોશમાં રહેતા તેમના કૌટુંબિક બહેન સંગીતાબેનની દીકરી (કુલ ૦૪ સગીર બાળકો) ઘરેથી રમવા જવાનું કહી નીકળ્યા બાદ પરત ફર્યા નથી.

બનાવની ગંભીરતા સમજી પી.આઈ. જે.ડી. સરવૈયાએ તુરંત જ અલગ-અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા બાળકો મહેન્દ્રનગર ચોકડીથી રિક્ષામાં બેસી જૂના બસ સ્ટેન્ડ તરફ જતા જણાયા હતા. પોલીસે આ રૂટના સીસીટીવી ફૂટેજ ટ્રેસ કરીને ગણતરીની કલાકોમાં જ ચારેય બાળકોને સહીસલામત શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપ્યા હતા.

Back to top button
error: Content is protected !!