GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પાસે એક્ટિવા સ્લિપ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત: પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

તારીખ ૨૬/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સાતમણા ગામ નજીક નર્મદા કેનાલ પાસે ગત તા. ૧૮ ઓગસ્ટના રોજ એક્ટિવા સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા ૨૭ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે કાલોલ પોલીસ મથકે મૃતક વિરુદ્ધ જ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, સણસોલી (મજેવાડી) ગામના રહીશ કુલદિપસિંહ દિલીપસિંહ ચૌહાણ (ઉં.વ. ૨૭) ગત તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૮:૦૦ વાગ્યાના સુમારે પોતાની હોન્ડા એક્ટિવા (નંબર GJ-17-CM-1868) લઈને કંપનીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાતમણા ગામ પાસે નર્મદા કેનાલ રોડ પર એક્ટિવા અચાનક સ્લિપ થઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત કુલદિપસિંહને તાત્કાલિક ૧૦૮ મારફતે કાલોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. વડોદરા ખાતે સારવાર દરમિયાન તા. ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ સવારે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કૌટુંબિક ભાઈ હરેન્દ્રસિંહ કિરીટસિંહ ચૌહાણે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એમ આર મોહનીયા દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!