HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૬.૮.૨૦૨૬

 

ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરૂદ્દીન બાબા કાદરીના હસ્તે હાલોલ DYSP વી. જે. રાઠોડ, હાલોલ ટાઉન PI આર. કે. દેસાઈ તેમજ LCB PI એ. બી. વોહરાનું મુસ્લિમ સમાજ તરફથી શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.જ્યારે ઇદે-મિલાદ ના પાવન પર્વની ઉજવણી દરમિયાન એક અનોખો અને રંગદર્શી નજારો જોવા મળ્યો હતો, જેણે સ્થાનિક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.તહેવારના આ ખાસ પ્રસંગે બાળકો, યુવાનો તેમજ વડીલો મહિલાઓ- દરેક નાના-મોટા લોકો પરંપરાગત અને અવનવા આકર્ષક પોશાકોમાં સજ્જ થઈને ઉજવણીમાં સામેલ થયા હતા. રંગબેરંગી અને ખાસ ડિઝાઇન કરાયેલા વસ્ત્રોમાં સજ્જ લોકોના લીધે સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો હતો. ખાસ કરીને નાના બાળકોના અનોખા પહેરવેશ અને ઉત્સાહે ઉપસ્થિત તમામ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.જુલૂસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન અવનવા આઉટફિટ્સમાં સજ્જ શ્રદ્ધાળુઓનો આ નજારો લોકો માટે કૌતુક અને આનંદનો વિષય બન્યો હતો. લોકોએ એકબીજાને ઈદે-મિલાદની મુબારકબાદી પાઠવી ભાઈચારા અને શાંતિનો સંદેશ આપ્યો હતો.

Oplus_16908288

Back to top button
error: Content is protected !!