જીલ્લા વન મહોત્સવમાં અબોલ જીવોની સેવા બદલ સિદ્ધાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટનું સન્માન કરાયુ.

તારીખ ૨૬/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં અબોલ જીવોના રક્ષણ, બચાવ અને જીવદયા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહેલા સિદ્ધાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકીય કામગીરીની નોંધ લઈ તેમને ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવ–2026 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં અબોલ જીવો તેમજ વન્યજીવોને બચાવવા અને તેમના રક્ષણ માટે કરવામાં આવેલી ઉત્તમ કામગીરી બદલ અગ્ર મુખ્ય વન સંરક્ષક વિકાસ વ્યવસ્થા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા બી.પી. પતી, I.F.S. દ્વારા સિદ્ધાંત જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટ દ્વારા છેલ્લા સમયથી ગાય, શ્વાન, પક્ષીઓ સહિત વિવિધ અબોલ જીવો તેમજ સર્પ, અજગર, મગર જેવા વન્યજીવોના રેસ્ક્યુ, સારવાર અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.આ સન્માન અંગે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, “આ સન્માન અમારા માટે માત્ર પુરસ્કાર નથી, પરંતુ અબોલ જીવોની સેવા માટે વધુ ઉત્સાહ, સમર્પણ અને જવાબદારી સાથે કાર્ય કરવાની પ્રેરણા છે.”ટ્રસ્ટે આ સન્માન બદલ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





