ANJARGUJARATKUTCH

અંજારમાં સામાજિક સંસ્થાના સહયોગથી ટી.બી.ના ૧૬ દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર ,તા-૨૬ ઓગસ્ટ :  ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત અંજાર તાલુકામાં ટીબીના દર્દીઓને તેમની સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે તેવા ઉમદા હેતુથી સુન્ની દાવત-એ-ઈસ્લામી સંસ્થા દ્વારા ૧૬ જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટ (ન્યુટ્રિશન કીટ) નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ટીબીની બીમારીમાં દર્દીઓ માટે નિયમિત દવા અને સારવારની સાથે-સાથે પૌષ્ટિક આહાર લેવો અત્યંત આવશ્યક છે. દર્દીઓને યોગ્ય પોષણ સહાય મળી રહે અને તેઓ પોતાની સારવાર અધવચ્ચે ન છોડતા નિયમિત રીતે પૂર્ણ કરે તે હેતુથી સંસ્થા દ્વારા આ ઉમદા સેવાકીય પહેલ કરવામાં આવી છે. ટીબી સામેની આ લડાઈમાં આરોગ્ય વિભાગની સાથે સામાજિક સંસ્થાઓ અને જનસમુદાયનો સહયોગ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે.આ કીટ વિતરણ કાર્યક્રમમાં અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અંજારિયા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રોબિનસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના આ બંને અધિકારીશ્રીઓએ સુન્ની દાવત-એ-ઈસ્લામી સંસ્થાની આ નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિને આવકારીને બિરદાવી હતી અને સરકારના અભિયાનમાં જોડાવા બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!