BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લાના પૂર્વ સૈનિકો અને પેન્શનરો માટે ભુજ ખાતે ‘ડિજિટલ અવેરનેસ આઉટરીચ કાર્યક્રમ’ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ,તા-૨૬ ઓગસ્ટ : કચ્છ જિલ્લાના પૂર્વ સૈનિક સમુદાય માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ તથા ICICI બેંક, ભુજના સંયુક્ત ઉપક્રમે એક ‘ડિજિટલ અવેરનેસ આઉટરીચ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભુજમાં ICICI બેંક ખાતે યોજવામાં આવ્યો હતો.આ વિશેષ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ સૈનિકો, તેમના ધર્મપત્નીઓ અને આશ્રિત પેન્શનરોને ‘સ્પર્શ’ (SPARSH) પેન્શન પ્રણાલી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ, ડિફેન્સ પેન્શન એકાઉન્ટ વિશેની સરળ સમજ અને સરકારની અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને, ICICI બેંકના પ્રતિનિધિ શ્રી મંજિલ દોષી દ્વારા પૂર્વ સૈનિકો માટે ડિજિટલ ફ્રોડ અંગે એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં તેઓએ પેન્શનરોને ડિજિટલ ફ્રોડ શું છે, તેનાથી કેવી રીતે સાવચેત રહેવું અને જો સંજોગોવશાત ડિજિટલ ફ્રોડનો ભોગ બનાય તો કયા અસરકારક પગલાં લેવા, તે અંગે પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, ICICI બેંકના પ્રતિનિધિ શ્રી સુનિલ ચૌહાણ દ્વારા બેંકની કામગીરી અને ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી શ્રી હિરેન લિંબાચીયા દ્વારા પૂર્વ સૈનિકોને સ્પર્શતી વિવિધ કલ્યાણ યોજનાઓની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ICICI બેંક દ્વારા સ્થળ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. જ્યારે કચેરીના સ્ટાફ મિત્રો સુશ્રી ભાવિષાબેન અજુડીયા અને શ્રી જ્યોતિ દરબાર સિંહ દ્વારા કાર્યક્રમની જરૂરી વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!