BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર દ્વારા ‘અનંત અનાદી વડનગર’ ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક મુલાકાતનું આયોજન

27 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર દ્વારા ‘અનંત અનાદી વડનગર’ ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક મુલાકાતનું આયોજન.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર દ્વારા ઇતિહાસ વિભાગના વડા ડૉ.રવિભાઈ સેનમાના, પ્રો.જીનલબેન ચૌધરી, પ્રો.શિવાનીબેન ચૌધરી અને પ્રો.વિશાલભાઈ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત સંયુક્ત પ્રયાસથી વિદ્યાર્થીઓને તા:૨૨/૦૮/૨૦૨૬, શનિવારના રોજ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પ્રત્યક્ષ પરિચય મળે તે હેતુથી ‘અનંત અનાદી વડનગર’ની એક દિવસીય શૈક્ષણિક અને સાંસ્કૃતિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ વડનગરના વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો જેવા કે આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ, પ્રાચીન સ્થાપત્ય, ઐતિહાસિક સ્મારકો, કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ સહિતના સ્થળોની મુલાકાત લઈ વડનગરના ભવ્ય વારસાને નજીકથી નિહાળ્યો હતો. પુસ્તકમાં વાંચેલા ઐતિહાસિક વિષયોને પ્રત્યક્ષ સ્થળ પર નિહાળવાની તક મળતાં વિદ્યાર્થીઓમાં ઇતિહાસ વિષય પ્રત્યે વધુ રસ અને જિજ્ઞાસા જોવા મળી હતી. આ સાથે ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક વારસાના જતન તથા સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા માટે કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ. અલકાબેન મેવાડાએ પ્રેરણા આપી હતી.સમગ્ર મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, આનંદદાયક અને યાદગાર બની રહી હતી.

Back to top button
error: Content is protected !!