GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
જિલ્લા પોલીસ અધિક્ષકે કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કર્યું: જીલ્લા SP દ્વારા સ્ટાફની સતર્કતા અને રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી.

તારીખ ૨૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરીશ દુધાત દ્વારા આજે કાલોલ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર, પીઆઈ આર. ડી. ભરવાડ, પીએસઆઈ એમ. આર. મોહનિયા અને પીએસઆઈ એસ. આર. મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.ઇન્સ્પેક્શનની શરૂઆતમાં પીઆઈ આર. ડી. ભરવાડ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવી હતી, જેનું પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ગણવેશનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પોલીસ સ્ટેશનના તમામ રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.








