GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવારની ઉજવણી, એમ.એમ.ગાંધી કોલેજની દીકરીઓએ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ જવાનોને રાખડી બાંધી.

તારીખ ૨૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ સ્થિત એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. (NSS) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરી હતી. જ્યાં આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ. આર. મોહનીયા તથા પી.એસ.આઈ. એસ. આર. મકવાણા સહિત ઉપસ્થિત તમામ પોલીસ જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને તેમના દીર્ઘાયુ તથા સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સમાજની સુરક્ષા કાજે સતત તૈનાત રહેતા પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સરાહનીય કાર્યક્રમમાં એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ. અર્જુનસિંહ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનું માર્ગદર્શન કર્યું હતું. પોલીસ પરિવારે પણ વિદ્યાર્થીનીઓના આ સ્નેહપૂર્ણ પ્રતિક બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!