GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલોલ નગર દ્વારા ૩૦મી ઓગસ્ટે ‘યુવા સંમેલન’નું આયોજન:તૈયારીઓ પૂરજોશમાં

તારીખ ૨૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર દ્વારા આગામી તારીખ ૩૦-૦૮-૨૦૨૬ ને રવિવારના રોજ કાલોલ ખાતે એક વિશાળ ‘યુવા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન માટે નગર કાર્યકરો દ્વારા અત્યારથી જ જોરશોરથી તાબડતોબ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં “યુવા શક્તિ – રાષ્ટ્ર શક્તિ”ના મૂળ સંકલ્પ સાથે યોજાનાર આ યુવા સંમેલનમાં નગરના યુવાનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવાદ દ્વારા રાષ્ટ્ર નિર્માણની ચર્ચામાં સક્રિય ભાગ લેશે. દેશના વિકાસ અને સેવા કાર્યમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી આ વિશિષ્ટ મંચ પૂરું પાડવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંગે વિગત આપતા જણાવાયું છે કે સંમેલનમાં યુવા શક્તિ તરીકે ભાઈઓ અને બહેનો બંને ઉત્સાહભેર જોડાઈ શકશે.કાર્યક્રમની વિગત નિચે મુજબ તારીખ: ૩૦-૦૮-૨૦૨૬ (રવિવાર) બપોરે ૩:૦૦ કલાકે નવરચના ગુરુકુળ, સ્ટેશન રોડ, કાલોલ આગામી રવિવારે યોજાનારા આ કાર્યક્રમમાં વધુમાં વધુ યુવાનોને હાજર રહેવા કાલોલ RSS નગર ટીમ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

 

Back to top button
error: Content is protected !!