BHARUCHNETRANG

વીર કવિ નર્મદ જન્મજયંતી નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ખાતે વ્યાખ્યાન યોજાયું

 

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ: સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ખાતે વીર કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આચાર્ય ડૉ. જી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગુજરાતી વિભાગ તથા સપ્તધારાની ‘જ્ઞાનધારા’ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે ડૉ. મીનળબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’ વિષય પર રસપ્રદ અને જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપ્યું હતું.

 

વ્યાખ્યાન દરમિયાન ડૉ. મીનળબેન દવેએ વીર કવિ નર્મદના સાહિત્યિક પ્રદાન, તેમના વિચારો તેમજ ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગમાં નર્મદના અગ્રણી સ્થાન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમના વક્તવ્યથી વિદ્યાર્થીઓને નર્મદના સાહિત્ય અને વ્યક્તિત્વને વધુ નજીકથી સમજવાની તક મળી હતી.

 

આ કાર્યક્રમમાં કૉલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તમામ અધ્યાપકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!