ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસાના સગરવાડામાં કાચા મકાનનો સેલ્બ ધરાશાયી, સદનસીબે મોટી જાનહાની ટળી- બેન-ભાણિયા સહિત ચાર લોકોને નાનીમોટી ઇજાઓ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસાના સગરવાડામાં કાચા મકાનનો સેલ્બ ધરાશાયી, સદનસીબે મોટી જાનહાની ટળી- બેન-ભાણિયા સહિત ચાર લોકોને નાનીમોટી ઇજાઓ

મોડાસા શહેરના સગરવાડા વિસ્તારમાં રાત્રિના સમયે કાચું મકાનનો સ્લેબ એકાએક ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. હર્ષદભાઈ ભાવસારનું મકાન ધરાશાયી થવાની ઘટના રાત્રે આશરે 12:30 વાગ્યે બની હતી.મળતી માહિતી મુજબ, રક્ષાબંધન પર્વ નિમિત્તે બેન-ભાણિયા ઘરે આવ્યા હતા. મકાનના ઉપરના ભાગમાં બેન-ભાણિયા સહિત ચાર વ્યક્તિઓ રાત્રે સૂતા હતા. દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતાં ચારેય વ્યક્તિઓ સ્લેબ સાથે નીચે પટકાયા હતા. ઘટનામાં ચારેયને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
સાથે જ નીચેના મકાનમાં રહેલા ત્રણ વ્યક્તિઓ ઉપર પણ ઉપરના મકાનનો સ્લેબ પડતાં તેમને ઈજાઓ પહોંચી હતી. મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!