રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા પ્રદેશોમાં વરસાદની મોટી ઘટ નોંધાતાં સ્થિતિ અત્યંત ગંભીર બની દુષ્કાળનો ખતરો !!!

ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, ત્યારે ગુજરાત પર જળસંકટ અને પાક નિષ્ફળ જવાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા સંતોષકારક વરસાદના આધારે ખેડૂતોએ ઉત્સાહભેર મોટા પાયે વાવણી તો કરી દીધી, પરંતુ ત્યારબાદ લાંબા સમયથી વરસાદ ખેંચાતાં રાજ્યના હજારો હેક્ટરમાં ઊભો ખરીફ પાક સુકાવા લાગ્યો છે.
રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા પ્રદેશોમાં વરસાદની મોટી ઘટ નોંધાતાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. જો આગામી ગણતરીના દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતરોમાં ઊભો મોલ સંપૂર્ણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ મોડો થયો હતો, પરંતુ પ્રથમ રાઉન્ડના સારા વરસાદના પગલે ખેડૂતોએ 92% થી વધુ જમીનમાં ખરીફ વાવેતર સંપન્ન કર્યું હતું. તેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 75% જેટલો જ વરસાદ વરસ્યો છે. પાણીના અભાવે હજારો હેક્ટરનો ખરીફ પાક સુકાવા માંડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 3 વર્ષની સરેરાશ અનુસાર ખરીફ સિઝનમાં સામાન્ય રીતે 85.30 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે. તેની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેલીબિયાં, ધાન્ય, કઠોળ અને અન્ય પાકો મળીને કુલ 78.55 લાખ હેક્ટરમાં (92.08%) વાવણી નોંધાઈ ચૂકી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 36.60 લાખ હેક્ટર અને ઉત્તર ગુજરાતમાં 16.53 લાખ હેક્ટરમાં ખેડૂતોએ પાક વાવ્યો છે, પરંતુ વરસાદ ન પડતાં આ તમામ મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના 8 જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જ્યાં 50% થી લઈને 93% સુધી વરસાદની ખાધ નોંધાઈ છે:
|
જિલ્લો
|
વરસાદની ઘટ (%)
|
|
દેવભૂમિ દ્વારકા
|
93.59%
|
|
પોરબંદર
|
81.88%
|
|
જામનગર
|
71.12%
|
|
કચ્છ
|
70.71%
|
|
અરવલ્લી
|
53.78%
|
|
સાબરકાંઠા
|
53.39%
|
|
ગીર સોમનાથ
|
53.38%
|
|
રાજકોટ
|
52.91%
|



