GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નજીક હાઇવે પરથી રૂ. ૫.૫૫ લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ: એકની ધરપકડ

 

MORBI:મોરબી નજીક હાઇવે પરથી રૂ. ૫.૫૫ લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ: એકની ધરપકડ

 

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે લાલપર ગામ નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર સફળ દરોડો પાડીને ગેરકાયદેસર દેશી દારૂના મોટા જથ્થા સાથે એક કાર ચાલકની અટકાયત કરી છે. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. ૫,૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સફેદ રંગની હુન્ડાઇ ક્રેટા કાર (નંબર: GJ-10-CG-4630) માં પાસ-પરમિટ વગર ગેરકાયદેસર કેફી પીણું ભરીને વાંકાનેર તરફથી લાલપર થઈ મોરબી તરફ આવી રહી છે.

આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને લાલપર ગામ પાસે કારને અટકાવી તલાશી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૪૦,૦૦૦) મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કાર તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૫,૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કારચાલક આરોપી સલીમભાઇ ઉર્ફે સલો બાબુભાઇ વિકીયાણી (રહે. સરાયા, તા. ટંકારા) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ મંગાવનાર તરીકે નીચે મુજબના ત્રણ ઈસમોના નામ ખુલ્યા હતા:ઇરફાનભાઇ (રહે. મોરબી) સદામભાઇ જામ (રહે. મોરબી) સલીમ ઉર્ફે રાહુલભાઇ પઠાણ (રહે. મોરબી) પોલીસે પકડાયેલા ચાલક સહિત માલ મંગાવનાર તમામ ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ અને ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!