તિબેટમાં ડેમ તૂટતા 2 કરોડ ઘન મીટર પાણી નેપાળ તરફ ફરી પ્રચંડ પૂરની ચેતવણી

નવી દિલ્હી : નેપાળમાં ફરી પ્રચંડ પુર આવવાની ભીતી તોળાઈ રહી છે. સરકારે શુક્રવારે નવો એલર્ટ જારી કર્યો છે. તિબેટમાં એક બંધ તૂટવાની માહિતી મળતા સરકારે ચેતવણી જાહેર કરી હતી. આ ભીતિ તેવે સમયે તોળાઈ રહી છે કે જ્યારે આ પહેલા આવેલા પ્રચંડ પૂરોને લીધે દેશના વિશાળ વિસ્તારોમાં તબાહીનું મંજર ફેલાઈ રહ્યું છે. તે પૂરોને લીધે ૧૫૦૦થી વધુ હજી લાપતા છે. જયારે ૪૬૯ લોકોના મૃત્યુ થયાં હોવાની સત્તાવાર જાહેરાત થઇ છે. મૃત્યુ આંક તેથી પણ ઘણો વધી શકે છે. તે કહેવાની જરૂર જ નથી.
આ સંયોગોમાં નેપાળી સેના, ભારતીય સેનાના સાથીઓ સાથે બચાવ કાર્યમાં વ્યસ્ત હતા ત્યાં તિબેટમાં બંધ તૂટી ગયો. તેને જલપ્રવાહ ધોધમાર નેપાળમાં વહી રહ્યો. ધડીંગ જીલ્લામાં પોલીસે લોકોને સલામત સ્થળે ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લોકોને જરૂરી સામાન અને ખાવા પીવાની ચીજો સાથે ઉંચાઇવાળા વિસ્તારોમાં પહોંચી જવા જણાવાયું. સાથે આસપાસના જિલ્લાઓને પણ એલર્ટ કરી દેવાયા. ધડીંગ જિલ્લાની પોલીસ સ્પેશ્યલ ફોર્સીઝ અને એપીએફ દ્વારા દરેક દુકાનો અને મકાનો ખાલી કરાવાયા. અતિ વૃધ્ધોને સ્ટ્રેચર ઉપર સુવડાવી સુરક્ષિત સ્થળોએ લઇ જવાયા હતા. માત્ર ૧૦ મીનીટ પહેલા જ સમાચાર મળ્યા હતા કે તિબેટમાં ડેમ તૂટી ગયો છે. મોબાઇલ ઉપર આ માહિતી મળતાં લોકો ઉંચાઇવાળા સ્થળોએ જવા લાગ્યા હતા.
તેવું પણ જાણવા મળ્યું હતું કે ત્યાં ૨ કરોડ ઘન મીટર પાણી જમા થયું હતું. તે બંધ તૂટવાની જાણ ઉપર પહોંચે તે પહેલા જ ચીની પોલીસે તિબેટી નાગરીકોને સલામત સ્થળે પહોંચી જવા માટેના અણસર આપી દીધો હતો. અને બચાવ કર્મીઓને એક કિલોમીટર દૂર ચાલ્યા જવાનું કહ્યું હતું. રેસ્ક્યુ કામમાં તૈનાત કરાયેલ તમામ ગાડીઓને પણ પાછી ખેંચી લેવામાં આવી હતી. જો કે, આ પ્રચંડ જળપ્રવાહ ત્રમેક કલાક પછી સંવેદનશીલ વિસ્તારમાં પહોંચ્યો તેવામાં નેપાળની સેનાએ પણ ફરી પ્રચંડ પૂરોની ભીતિને લીધે મોટી કોશી નદી અને આસપાસના વિસ્તારોમાં સલામતીની પરિસ્થિતિ અત્યંત જોખમી બની રહી છે.



