GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કંડલા બાયપાસ પર તુલસી પાર્કમાં જાહેરમા જુગાર રમતા ૯ ઈસમો રોકડ સાથે ઝડપાયા

 

MORBI:મોરબીના કંડલા બાયપાસ પર તુલસી પાર્કમાં જાહેરમા જુગાર રમતા ૯ ઈસમો રોકડ સાથે ઝડપાયા

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન કંડલા બાયપાસ રોડ પર આવેલ તુલસી પાર્ક શેરી નંબર-૦૩ માં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તુલસી પાર્ક શેરી નં-૩ માં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૨૪,૩૦૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલ આરોપીઓ – કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ સામતભાઈ કુંભારવાડીયા ,દેવદાનભાઈ આઇદાનભાઈ કુંભારવાડીયા ,પ્રવીણભાઈ સામતભાઈ બાળા ,રમેશભાઈ લાખાભાઈ સવસેટા ,અનિલભાઈ શાંતિભાઈ ગૌસ્વામી ,વિજયભાઈ આઇદનભાઈ જીલરીયા ,ભરતભાઈ બાબુભાઈ બોરીચા ,ભરતભાઈ છગનભાઈ ગોગરા ,મયુર સિંહ રાજેન્દ્રસિંહ પરમાર (તમામ રહે. મોરબી)પોલીસે તમામ ૯ આરોપીઓ સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!