ઓ.એન.જી.સી. દ્રારા આદર્શ વિદ્યાલય, વિસનગરના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા

29 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઓ.એન.જી.સી. દ્રારા આદર્શ વિદ્યાલય, વિસનગરના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌધરી આસ્થા સંજયભાઈ અને વિદ્યાર્થી ચૌધરી દેવમ સંજયભાઈ એ રાષ્ટ્રીય (નેશનલ) કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં પસંદગી થયેલ છે. જેના અનુંસંધાને તા-27/8/2026 ના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ઓ.એન.જી.સી. મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસસેટ મેનેજર શ્રી સુનિલકુમાર દ્વારા ખેલાડીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. તથા ઓ.એન.જી.સી. દ્રારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બદલ કેળવણી મંડળ વતી ઓ.એન.જી. સી. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસસેટ મેનેજર શ્રી સુનિલકુમારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.




