GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની માધાપરવાડી શાળામાં નંદ ઉત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી

 

MORBI:મોરબીની માધાપરવાડી શાળામાં નંદ ઉત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી

 

ભારતીય સંસ્કૃતિમાં સૌને ગમતું, આબાલ વૃદ્ધ સૌને પ્રિય પાત્ર એટલે કાનુડો નજીકના દિવસોમાં જ કૃષ્ણજન્મોત્સવ આવી રહ્યો હોય વિદ્યાર્થીઓ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને પોતે કાનુડો બની જાણે સમજે એ માટે શાળાઓમાં કૃષ્ણજન્મોત્સવ,નંદ ઉત્સવ દર વર્ષે ખૂબ ધાધૂમથી ઉજવાય છે. આ વખતે રવિવારથી રવિવાર સુધી જાહેર તથા સ્થાનિક રજા હોય,ત્રિમાસિક કસોટી પૂર્ણ થઈ હોય શનિવારનો દિવસ બેગલેસ ડે હોય વિદ્યાર્થીનીઓને શાળામાં આવવું ગમે,ભણવું ગમે,રોકાવું ગમે એ માટે જન્માષ્ટમી પહેલાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં મટકી ફોડ કાર્યક્રમનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્યગીતો રજૂ કર્યા હતા,સાથે સાથે બેસ્ટ કૃષ્ણ અને બેસ્ટ રાધાની competition રાખવામાં આવી હતી જેમાં શાળાની 462 વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!