MORBIMORBI CITY / TALUKO

WAKANER વાંકાનેર શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રદર્શન સંપન્ન

 

WAKANER વાંકાનેર શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતું પ્રદર્શન સંપન્ન

 

વિદ્યાભારતી વાંકાનેર શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય, વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય સંસ્કૃત પ્રદર્શન વાંકાનેરનાં સ્ટેટ ના મહારાણી સાહેબા યોગિનીકુમારીબા અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું આયોજન વિદ્યાભારતી યોગ ભવન હોલ, વિદ્યાભારતી સંકુલ, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનો સમય સવારે 10:30 થી બપોરે 12:30 કલાક સુધીનો હતો.

કાર્યક્રમમાં વાંકાનેરનાં રાણી સાહેબા યોગિનીકુમારીબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને દિપ પ્રાગટય કરી ઉદ્ધાટન કર્યુ ઉપરાંત સંસ્કૃત સપ્તાહના નોડલ તથા મોડેલ સ્કૂલ વાંકાનેરના આચાર્ય રાણીપા સાહેબ, વિદ્યાભારતી ચેરિટેબલ પ્રમુખ અમરસિંહભાઈ મઢવી, દ્રસ્ટી વિનોદભાઈ રૂપારેલિયા તથા વિનુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા કક્ષાએ સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી કરનાર નોડલ શાળા શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયનાં પ્રધાનાચાર્યા દર્શના બહેન જાની, શિશુમંદિર વિદ્યાલયનાં પ્રધાનાચાર્યા ખ્યાતિબેન, સી. કે. શાહ પ્રાથમિક વિદ્યાલયનાં પ્રધાનાચાર્યા મમતાબેન, કે. કે. શાહ વિદ્યાલયના પ્રધાનાચાર્ય વેગડા સાહેબ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહી પ્રદર્શનને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સંસ્કૃત પ્રદર્શનમાં પ્રાચીન ભારતીય સાહિત્ય અને સંસ્કૃત ગ્રંથો, સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલી કલા અને કૌશલ્ય, વિવિધ ઋષિ-મુનિઓનું ભારતીય જ્ઞાનપરંપરામાં યોગદાન તથા સંસ્કૃત ભાષાના વિવિધ વિષયો સાથેના સમન્વયને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વૈદિક ગણિત, વિજ્ઞાન, આયુર્વેદ, યોગ વગેરે ક્ષેત્રોમાં સંસ્કૃત અને ભારતીય જ્ઞાનપરંપરાના મહત્ત્વને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

 

વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ મોડેલ, ચાર્ટ, પ્રાચીન ગ્રંથો તથા સર્જનાત્મક કૃતિઓ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ તથા આપણી પ્રાચીન જ્ઞાનપરંપરાની સમજ વિકસાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક વેશભૂષા, વકૃત્વ ચિત્ર સંસ્કૃતિ નો પરિચય આપતી સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ માં વિભાગ માં દ્વિતીય નંબર આવેલ ટી મ, વૈદિક ગણિત માં તૃતીય નંબર લાવેલ ટીમને વાંકાનેર સ્ટેટ મહારાણી શ્રી યોગીની કુમારી જી ઇનામ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા આવા સુંદર પ્રદર્શનના આયોજન માટે તેમને શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનો,શિક્ષક ગણ તેમજ આચાર્ય દર્શના બેન જાનીને ખૂબ અભિનંદન પાઠવ્યા સાથે વિદ્યાભારતી ના નમૂના રૂપ શિશુ વાટિકા ની મુલાકાત લીધીકાર્યક્રમના અંતે યુવા સંગઠનના પ્રમુખ શ્રી વિનુભાઈ રૂપારેલીયા દ્વારા સંસ્કૃતમાં આભાર દર્શન કરવામાં આવ્યો

આ પ્રદર્શનની મુલાકાત 800થી વધુ વિદ્યાર્થીઓએ લીધી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગોની ઉત્સાહપૂર્વક મુલાકાત લઈને પ્રાચીન ભારતીય જ્ઞાન, સંસ્કૃત ભાષા અને તેના વૈવિધ્યસભર વારસાની માહિતી મેળવી હતી.કૌટિલ્ય અર્થશાસ્ત્ર, નાટ્ય શાસ્ત્ર વગેરે પણ આકર્ષણ રહ્યા સંસ્કૃત માટે વિશેષ રસ ધરાવતા મયુરભાઈ જાની અને ડોક્ટર પાયલબેન ભટ્ટ દ્વારા

સમગ્ર કાર્યક્રમ માં ઉત્સાહ, જ્ઞાન અને માર્ગદર્શન મળ્યું સંસ્કૃતિ પ્રદર્શન ના માધ્યમ થી ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત સંદેશ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!