GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના જેપુર પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી

 

MORBI મોરબીના જેપુર પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી

 

જેપુર પ્રાથમિક શાળામાં આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિવિધ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું.આ ઉપરાંત શાળામાં યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના ઉમંગ અને આનંદથી કાર્યક્રમમાં અનોખી રોનક જોવા મળી હતી. શાળા પરિવાર દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી આયોજિત આ ઉજવણી હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી.

Back to top button
error: Content is protected !!