GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં ૩૦ દિવસે ગેસ સિલિન્ડર બુકિંગ અને નવા કનેક્શન શરૂ કરવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર

 

TANKARA:ટંકારામાં ૩૦ દિવસે ગેસ સિલિન્ડર બુકિંગ અને નવા કનેક્શન શરૂ કરવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર

 

ટંકારા શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને પડી રહેલી મુશ્કેલીઓ અને નવા કનેક્શન બંધ હોવાની સમસ્યા અંગે ટંકારા શહેર કોંગ્રેસ પ્રમુખ દુષ્યંત ભૂત દ્વારા મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, હાલ ટંકારા શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનું બુકિંગ ૪૫ દિવસ બાદ જ કરવાની ફરજ પડી રહી છે. અન્ય શહેરી વિસ્તારોમાં ગ્રાહકોને ૩૦ દિવસના અંતરે બુકિંગ કરવાની સુવિધા મળતી હોય, ટંકારાના નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આથી ટંકારામાં પણ ૪૫ દિવસના બદલે ૩૦ દિવસે બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ છે.આ ઉપરાંત, ટંકારા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવા ઘરેલુ ગેસ કનેક્શન આપવાનું કામ બંધ રહેતા નવા ગ્રાહકો તથા સામાન્ય પરિવારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી નવા કનેક્શન આપવાની પ્રક્રિયા તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવા આ બાબતે તંત્ર દ્વારા સંબંધિત વિભાગ અને પુરવઠા અધિકારી સાથે સંકલન કરી ટંકારાના પ્રજાજનોને વહેલી તકે રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!