GUJARATMORBIMORBI CITY / TALUKO

JODIYA રાજકોટ રેન્જ ટીમનો દરોડો: જોડીયાના બાદનપર ગામે વાડીમાંથી જુગાર રમતા ૯ ઝડપાયા, રૂ. ૫.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત

 

JODIYA રાજકોટ રેન્જ ટીમનો દરોડો: જોડીયાના બાદનપર ગામે વાડીમાંથી જુગાર રમતા ૯ ઝડપાયા, રૂ. ૫.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત

 

જોડીયા:રાજકોટ રેન્જ પોલીસ ટીમે જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન હેઠળના બાદનપર ગામે દરોડો પાડી વાડીની ઓરડીમાં ચાલતા તીનપત્તીના જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન ૯ જુગારીઓને રોકડા રૂપિયા, મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂ. ૫,૦૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) નાઓ દ્વારા પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ સદંતર નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે આ કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ રેન્જના પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એ.વાય. ઉધાસ તથા તેમની ટીમે માનવ સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાદનપર ગામની કોબાની સીમમાં આવેલી વાડી પર દરોડો પાડ્યો હતો.

ઝડપાયેલ મુદ્દામાલ:રોકડ રકમ: રૂ. ૧,૫૨,૩૦૦/- મોબાઈલ ફોન: ૯ મોટરસાયકલ: ૫ કુલ મુદ્દામાલ: રૂ. ૫,૦૨,૩૦૦/-ઝડપાયેલા આરોપીઓ (તમામ રહે. બાદનપર, તા. જોડીયા):૧. રમેશભાઈ જેરામભાઈ ઘોડાસરા (વાડી માલિક) – ૨. પ્રવીણભાઈ મકનભાઈ સંતોકી – ૩. રમેશભાઈ ગોવિંદભાઈ સંતોકી – ૪. અજયભાઈ ગોરધનભાઈ રાણીયા – ૫. બ્રીજેશભાઈ કાનજીભાઈ ભીમાણી – ૬. જેન્તીભાઈ અરજણભાઈ સંતોકી – ૭. જીતેન્દ્રભાઈ હરજીભાઈ સંતોકી – ૮. રાકેશભાઈ હરખાભાઈ સંતોકી – ૯. રાજભાઈ વલ્લભભાઈ ભીમાણી

પોલીસે આ તમામ ૯ આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ જોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!