ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડાના ભેટાલી ગામના ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર ઝડપાયો, ખેડૂતોએ હાશકારો અનુભવ્યો

હાથિયાના જીવદયા પ્રેમી બોડાત નરેશભાઈએ (અશ્વિન) એ અજગરને સુરક્ષિત રીતે ડુંગર વિસ્તારમાં છોડ્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડાના ભેટાલી ગામના ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર ઝડપાયો, ખેડૂતોએ હાશકારો અનુભવ્યો

હાથિયાના જીવદયા પ્રેમી બોડાત નરેશભાઈએ (અશ્વિન) એ અજગરને સુરક્ષિત રીતે ડુંગર વિસ્તારમાં છોડ્યો

ભિલોડા તાલુકાના ભેટાલી ગામે પટેલ અરવિંદભાઈ રામાભાઈના ખેતરમાં આશરે 10 ફૂટ લાંબો અજગર જોવા મળતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. અજગર ખેતરમાં હોવાની જાણ થતાં હાથિયા ગામના જીવદયા પ્રેમી બોડાત નરેશભાઈ (અશ્વિન) સુરજીભાઈને જાણ કરવામાં આવી હતી નરેશભાઈએ સ્થળ પર પહોંચી અજગરને સાવચેતીપૂર્વક પકડી લીધો હતો. ત્યારબાદ અજગરને કોઈ નુકસાન ન થાય તેની કાળજી રાખીને નજીકના ડુંગર વિસ્તારમાં લઈ જઈ સલામત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.જીવદયા પ્રેમી નરેશભાઈની કામગીરીને પગલે એક તરફ અજગરનો જીવ બચ્યો હતો, તો બીજી તરફ ખેતરમાં કામ કરતા લોકો માટે પણ રાહત સર્જાઈ હતી. વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને જીવદયાનો ઉત્તમ સંદેશ આપતી આ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ હતી.

Back to top button
error: Content is protected !!