GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડના દરિયાકાંઠાના ગામોને દરિયાઈ ધોવાણ અને આપત્તિથી બચાવવા ડો.નિરવભાઈ પટેલની મુખ્યમંત્રીને રજૂઆત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

વલસાડ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ભાગલ,દાંડી,કકવાડી,દાંતી તેમજ આસપાસના ગામોને દરિયાઈ ધોવાણ,ઊંચી ભરતી અને ચોમાસાની સંભવિત આપત્તિથી બચાવવા માટે તાત્કાલિક ધોરણે “પ્રોટેક્શન વોલ/કાંઠા સુરક્ષા દિવાલ” બનાવવા માટે સમસ્ત આદિવાસી સમાજના યુવાઆગેવાન ડો.નિરવભાઈ પટેલે મુખ્યમંત્રી અને વલસાડ કલેક્ટરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે.ડો.નિરવ પટેલે પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી અમે આગેવાન તરીકે સ્થાનિકોની વેદનાઓ સાંભળી અને અનુભવી રહ્યા છીએ.આ વિસ્તારમાં દરિયાઈ ધોવાણ,ઊંચી ભરતી અને ભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં સ્થાનિક રહેણાંક મકાનો,ખેતીની જમીન,રસ્તાઓ અને જાહેર મિલકતો પર ગંભીર જોખમ ઊભું થયું છે.જો સુરક્ષા બંધમાં કોઈ એક જગ્યાએ પણ ગાબડું પડશે તો દરિયાનું પાણી ઝડપથી અંદરના વિસ્તારોમાં પ્રવેશી જશે,જેના કારણે અનેક ગામોને ભારે નુકસાન થવાની ભીતિ છે.જેના લીધે હજારો લોકો સતત ભયભીત અવસ્થામાં જીવન ગુજારી રહ્યા છે.આપત્તિ આવ્યા પછી રાહત અને પુનર્વસન પાછળ મોટો ખર્ચ કરવાના બદલે પૂર્વસાવચેતીના ભાગરૂપે કાયમી સુરક્ષા માળખું ઊભું કરવું વધુ આર્થિક અને અસરકારક સાબિત થશે.આ રજુઆતમા તકનિકી અને સરકારી ટેકનિકલ ટીમ દ્વારા સમગ્ર દરિયાકાંઠાનો તાત્કાલિક ઉચ્ચસ્તરીય સર્વે કરવામાં આવે અને સી પ્રોટેક્શન વોલ માટેનો DPR તૈયાર થાય.GIS આધારિત જોખમ નકશો તૈયાર કરી,સુરક્ષા બંધના નબળા સ્થળોને “Critical Vulnerable Points” જાહેર કરી તેનું તાત્કાલિક મજબૂતીકરણ કરવામાં આવે.જળસંપત્તિ, સિંચાઈ, માર્ગ-મકાન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોની સંયુક્ત સમિતિ બનાવી સ્થળ નિરીક્ષણ કરાવવામાં આવે.દરિયાઈ ધોવાણથી અસરગ્રસ્ત ખેડૂતોની જમીન બચાવવા માટે વિશેષ યોજના ઘડવામાં આવે.સમગ્ર પ્રક્રિયા ફાઈલોમાં અટવાઈ ન રહે તે માટે મુખ્યમંત્રી કાર્યાલયના સ્તરેથી આ કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવેની માંગ કરેલ છે.ડો.પટેલે “આપત્તિ આવ્યા પછી રાહત આપવી નહીં, પરંતુ આપત્તિ આવે તે પહેલાં ગામોને સુરક્ષિત કરવા” ના અભિગમ સાથે આ રજૂઆતને અતિ-તાત્કાલિક (URGENT) ગણીને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવા માટે ભારપૂર્વક માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!