HALVAD:હળવદના ઘનશ્યામપુર પાસે સરા રોડ પરથી રૂ. ૪ લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતી ઇક્કો કાર ઝડપાઈ: ૩ આરોપી પકડાયા




HALVAD:હળવદના ઘનશ્યામપુર પાસે સરા રોડ પરથી રૂ. ૪ લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતી ઇક્કો કાર ઝડપાઈ: ૩ આરોપી પકડાયા

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ ઉપર સફળ રેડ પાડીને ૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઇક્કો કાર જપ્ત કરી ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘનશ્યામપુર પાસે સરા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઇક્કો કાર (રજીસ્ટર નંબર GJ-13-AM-4027) ને રોકીને તલાશી લેતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૩,૦૦,૦૦૦/- ની કિંમતની ઇક્કો કાર અને દારૂ મળીને કુલ રૂ. ૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ:ફિરોજ ફતેખાન મકરાણી (રહે. ધાંગધ્રા કબ્રસ્તાન પાસે, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) આસીફ મનસુરભાઈ મીર (રહે. ધાંગધ્રા કબ્રસ્તાન પાસે, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) અફજલ અલ્લારખાભાઈ મકરાણી (રહે. ધાંગધ્રા કબ્રસ્તાન પાસે, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)વોન્ટેડ આરોપી:દેશી દારૂનો આ જથ્થો મોકલનાર આરોપી શિવરાજ ગભરૂભાઇ કાળીયા (રહે. ગામ ખાટડી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) હાજર ન મળી આવતા તેને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.આ મામલે હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


